ચાલને..

“ મારી પાસે ઢગલો રેતી, તારી પાસે ખોબો જળ
ચાલને રમીએ, પળ બે પળ .”

“ સાવ અજાણ્યા બાળક પાસે વિના કારણે મળે હજુ મુસ્કાન
એટલે જીવી રહ્યો છું.”

“ એની રોજ રોજ હોય છે બબાલ
પરપોટા હાથમાં લઇ હમણાં કહેતો’તો
આની ઉખડતી નથી કેમ છાલ? “ – એની રોજ…”

” મંદિર ભીતર છપ્પન છપ્પન ભોગ લગાવી, પથ્થરનો ઈશ્વર શાના જલસા મારે?
ને મંદિરની બ્હાર ભભૂક્યા કરતી આ જઠરોની જ્વાળા કોઈ ન ઠારે? કોઈ ન ઠારે?”

Advertisements

*ગુજરાતી બચાવ ઝુંબેશ – એક સમાચાર

ઈન્ટરનેટ ઉપર જે વ્યક્તી ગુજરાતી વાંચે છે; તેને ગુજરાતી ભાષા માટે લાગણી છે. જે લખે છે, તેને આ લાગણીના વ્યાપમાં રસ છે. આ સૌને સતત સતાવતી ચીંતા છે –

“શું ગુજરાતી ભાષા મરવા પડી છે?”

ગુજરાતી પ્રજા સૈકાઓથી ગુજરાતની સીમાઓ ઓળંગી બહાર રહેવા ટેવાયેલી પ્રજા છે. છતાં તેણે પોતાની ગુજરાતીતા પેઢી દર પેઢી જાળવી રાખી છે. આથી કદી આવી ચીંતા પેદા થઈ ન હતી.

પણ સતત વધતા જતા વૈશ્વીકરણની એક અસર રુપે આ ચીંતા ઉદભવી છે. વધારે અને વધારે કુટુમ્બો ગુજરાતમાંથી બહાર જવાની હીજરતમાં જોડાવા માંડ્યા છે. ગુજરાત રાજ્યે પણ વીશ્વના સમૃધ્ધ દેશોની હરોળમાં પોતાની સ્થીતી હાંસલ કરવાની દોડમાં, વીશ્વ કક્ષાના નેતાની દોરવણી હેઠળ હરણ ફાળ ભરી છે.

આના કારણે ગુજરાતી ભાષા અંગે ઉદાસીનતા વ્યાપક થયેલી જોવા મળે છે. આ ઘર ઘરની કહાણી છે. ઓફીસે ઓફીસની કહાણી છે. આ ચીંતા દરેક ગુજરાતીના હૃદયની ચીંતા છે.

આના શક્ય ઉકેલ શોધવા ગુજરાતના પ્રથમ કક્ષાના સાક્ષરોની સાન્નીધ્યમાં ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ ‘ યોજવામાં આવી છે.

દીવસ

14 ફેબ્રુઆરી – 2009 : શનીવાર

સમય

સવારે દસ વાગે

સ્થળ

1) ગુજરાત વીધાપીઠનો દરવાજો અને

2) ગુજરાતી સાહીત્ય પરીષદના મકાનમાં આવેલ હોલ
– અમદાવાદ

મુખ્ય વક્તાઓ

શ્રી. સુરેશ દલાલ

શ્રી. ગુણવંત શાહ

શ્રી. રઘુવીર ચૌધરી

ઉપરોક્ત ‘ ગુજરાતી બચાવ ઝુંબેશ’ના ચાર ઉદ્દેશ છે

 1. માતૃભાષામાં શીક્ષણ – વૈશ્વીકરણની આક્રમક પ્રક્રીયા અને વ્યાપારીકરણના પ્રતાપે શીક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજીનું મહત્વ સતત વધતું રહ્યું છે. વીશ્વભરના શીક્ષણકારોનો એવો અભીપ્રાય રહ્યો છે કે, બાળકને શીક્ષણ તેની માતૃભાષામાં જ આપવું જોઈએ. આ શાણપણ સામાન્ય માણસના મનમાં સ્થાપીત કરવા માટે આપણે કામ કરવું જોઈશે.
 2. ભાષાનું સરલીકરણ – તાગ ન પામી શકાય તેવા વ્યાકરણ અને જોડણીના નીયમોના કારણે, ગુજરાતી ભાષાનો વપરાશ ઓછો થતો રહ્યો છે. લીપી નવા જમાનાની ટેક્નોલોજી માટે જટીલ અને બીન વ્યવહારુ બની ગયેલી છે. જોડણી અને અન્ય ભાષાકીય સુધારા અપનાવવા માટે આપણે જાગવું જરુરી બની ગયું છે. આ માટે સરકારી તંત્ર અને સક્ષમ સંસ્થાઓની સંવેદનશીલતા જગવવા અને જાહેર જનતાનો અભીપ્રાય બુલંદ બનાવવા આપણે સૌએ જાગૃત થવાની જરુર છે.
 3. ગુજરાતી સાહીત્યનો વ્યાપ – ગુજરાતની જનતામાં ગુજરાતી વાંચન માટે ખાસ રસ નથી. ગુજરાતી ભાષાના વાતચીત સીવાય ઘટતો જતા ઉપયોગના કારણે, ગુજરાતી સાહીત્ય તરફ તેમની ઉપેક્ષા વધી રહી છે. આને કારણે ગુજરાતી સંસ્કૃતી તરફ પણ અભાવ વધતો રહ્યો છે. આથી ગુજરાતી સાહીત્ય વાંચવાની ટેવ વીકસે અને વધુ સાહીત્યનું સર્જન થાય તે માટે આપણે પ્રયત્નો કરવા જરુરી છે.
 4. અંગ્રેજી માટે બીન જરુરી ઘેલછાનો ઉકેલ – વૈશ્વીક ભાષા બની ગયેલી, અને જ્ઞાન અને દુરંદેશી માટે અનીવાર્ય, અંગ્રેજી ભાષાની જરુર અને મહત્વનો આપણે અનાદર કે અવગણના ન જ કરી શકીએ. પણ વાલીઓની આ માટે વધતી જતી ઘેલછા અને શાળાઓની વેપારી મનોવૃત્તી અને સરકારની ખાનગીકરણની નીતી અને પહેલા ધોરંણથી અંગ્રેજી માધ્યમ અમલી કરવાની નીતીનો આપણે વીરોધ કરવો જરુરી છે.

આ બધા ઉમદા હેતુઓના સંવર્ધન માટે, આ ઝુંબેશને ટેકો આપવા, આ સાથે જોડેલી પુસ્તીકા વાંચવા, તેને બને તેટલા વધારે લોકોને વંચાવવા, યોજેલ રેલીમાં ભાગ લેવા અને જ્યાં શક્ય હોય ત્યાં અને તે રીતે તે અંગે આપની અભીવ્યક્તી કરવા હું આપ સૌને વીનંતી કરું છું.

–  કિરણ ત્રિવેદી
મંત્રી , ગુજરાતી ભાષા પરીષદ

ગુજરાતી ભાષાનો ઉદભવ…

 ગુજરાતી ભાષાનો ઉદભવ

માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ . પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે . ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્યઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષાઓ આર્ય ,આર્યઇન્ડોયુંરોપિયન, ઇન્ડોજર્મેનિક,ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .
પ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ યુથએટલે કે એશિયા નો વિભાગ અને બીજો `કેન્તુમ યુથ ` એટલે યુરોપ નો વિભાગ .શતમ યુથ ભાષામાં શુદ્ધ આર્યોઇન્ડો ઈરાનીયન ,સ્લાવ ,બાલ્ટિક ,આર્મેનીયમ વગેરે ભાષાનો સમાવેશ થાય છે .કેન્તુમ યુથમાં ગ્રીક ,લેટીન ,જર્મન ,કેલ્ટિક અને તોખારીયન ભાષાઓ છે .શુદ્ધ આર્ય અથવા ઈરાનીયન વિભાગ માં ઈરાનીયનગાથા ,અવેસ્તિક ,દાર્દેરિક ,પૈશાચ અને ભારતી વેદિકપ્રાકૃત ,ભારતી ની ત્રણ ભૂમિકા છેસંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ

સંસ્કૃતિ ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃતભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માંસાહિત્યમાંગુજરાતશબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી , તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલેગુર્જર રાષ્ટ્રગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .ગુજરાત નામનો ઉલ્લેખ ઈતિહાસ માં આરબ મુસાફરોએ ,અબુજૈદે . ૯૧૬ માં અલમસુદીએ . ૯૪૩ માં ને અલબરૂની કર્યો હોવાનો ઉલ્લેખ છે .તે સમયે ગુજરાતમાં ગર્જર પ્રજા વસતી હશે .આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષીણ ગુજરાત `લાટ` કે અપરાની નાં નામે અને ઉત્તર ગુજરાત `આનર્ત ` નાં નામે ઓળખાતા હોવાનું સમર્થન છે

  ==ભાષાની સફર ==

ગુજરાતી સાહિત્ય માં ગુજરાતી સબ્દોનો પહેલવહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદ ને કર્યો હોવાનો ગૌરવ છે .ભાલણે અપભ્રંશ અથવા ગુર્જર ભાષા જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ કહેવાતી તેનો સાહિત્યમાં ઉપયોગ કર્યો છે .પ્રેમાનંદ નો યુગ . ૧૬૦૦૧૭૦૦ મનાય છે .નરસિહ મહેતા . ૪૦૦૫૦૦ અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ભાષાના શબ્દો થી સાહિત્ય શોભાવ્યું .ગુજરાતની ગુજરાતી ભાષાનું નામ . ૭૦૦ ની આસપાસ થી અપાયું હોવાની કેટલાક ઈતિહાસકારો નું ,સાહિત્યવિદોની માન્યતા છે .નરસિહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષા નો આરંભ ૫૫૦ ગણાવે છે આપહેલા ગુજરાતી ભાષા બોલાતી હતી પરંતુ ગુજરાતી નાં નામે ઓળખાતી હતી .. ૧૦ મી૧૧ મી થી શરુ થયેલી ગુર્જર અપભ્રંશ રૂપે શરુ થયેલી ગુજરાતી નો વિકાસ ત્રણ સ્વરૂપે જોઈ શકાય છે ,પ્રથમ ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી રૂપે અથવા મધ્યકાલીન ગુજરાતી રૂપે અને ત્રીજી અર્વાચીન ગુજરાતી રૂપે . ભાષાઓ ની ત્રણે ભૂમિકા વિષે જાણીએ ,

**ગુર્જર અપભ્રંશ ***


. ૧૦ મી૧૧ મી સતક થી ૧૪ માં સતક સુધીમાંગુર્જ્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી ભાષા બે વિભાગમાં મૂકી શકાય પ્રથમ ૧૧ મી સદી સુધી અને બીજો ૧૨ મી સદી થી ૧૪ મી સદીનાં પૂર્વાધ સુધી .ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નું પ્રથમ દર્શન હેમચંદ્ર નાં પ્રાકૃત વ્યાકરણમાના અપભ્રંશ વિભાગના દુહાઓમાં અને પછીના વિભાગ નું દર્શન `ભરતેશ્વર બાહુ બલીરામ` (. ૧૧૮૫),`નેમિનાથ , ચતુંયપાદીકા `અને `આરાધનામાં `થાય છે

***મધ્યકાલીન ગુજરાતી ***


. ૧૪ મી સદીના ઉત્તરાર્ધથી ૧૭ મી સદીના પૂર્વાધ સુધીના ૭૫ વર્ષ નાં ચાર ઉપવિભાગ પાડી શકાય .૧૪ મી સદીમાંજે ગુજરાતી ભાષા ગુજરાત અને રાજસ્થાન માં બોલાતી તે લગભગ સરખી હતી.તેથી તે ભાષાજૂની રાજસ્થાનીનાં નામે ઓળખાયી. બીજા ભાષાકીય વિભાગમાં આટલા ગ્રંથો માર્ગ સૂચક સ્થંભો તરીકે ગણાવી શકાય .નેમિનાથ ફાગુ ,મુગ્ધાવ બોધ ,ઔકિતક,વસંત વિલાસ ,ગૌતમ સ્વામી રાસ,કાન્હડદે પ્રબંધ ,કાદંબરી ,વિમલ પ્રબંધ અને નરસિહમીરાના ભજનો .

***અર્વાચીન ગુજરાતી ***


સત્તરમી સદીથી અત્યાર સુધીનો સમય અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખાવી શકાય .પરમાનંદ ના ઓખાહરણથી અર્વાચીન ગુજરાતી ની શરૂઆત થઇ .અર્વાચીન ગુજરાતી બે વિભાગમાં પ્રથમ પ્રેમાનંદ થી દયારામ સુધીનો એટલે (. ૧૬૮૦૧૮૫૦ ) સુધીનો અને બીજો નર્મદ થી અત્યાર સુધીનો એટલે (૧૮૫૦ થી આજ ) સુધીનો ગણાય ભાષાની અર્વાચીનતા પ્રેમાનંદ થી ૧૭ મી સદી થી સારું થઇ ગણાય .પરંતુ સાહિત્યિક દ્રષ્ટીએ ગુજરાતી સાહિત્યની અર્વાચીનતા નર્મદ યુગથી ગણાવી શકાય .ગુજરાતી સાહિત્ય ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાની માન્યતા છે .

ગુજર્ર અપભ્રંશપ્રાગહેમ યુગમાં ચંડનાં વ્યાકરણ `પ્રાકૃત લક્ષણ ` માં મળે છે ચંડ . ૫૦૦ થી ૧૦૦૦ નાં પ્રાકૃત લક્ષણ અનુસાર ૬ઠ્ઠી સદી માં થયો હોવાનો ઉલ્લેખ છે .અપભ્રંશ ગુજરાતીનો સૌથી જુનો સાહિત્ય નો નમુનો `વાસુદેવાહિંડી માંથી ` મળે છે જુના સાહિત્ય નો નમુનો . ૫૮૯ ની મનાય છે .ઉતોધન સૂરીની`કુવલય માલા ` માં (. ૭૭૯) કેટલાક અપભ્રંશ પદો છે જેમાં ૧૮ દેશો અને બધા દેશો ની ભાષાનો ઉલ્લેખ છે .તે સમય નાં ગુર્જરો વાતવાતમાં ઉરે ભાલ્લઉંઅર્થાત નાં ભલે તથા -“અમ્ન્હ્ કાઉ તુમ્હઅર્થાત હું કાઈ તમારા જેવો નથી.. એવી અપભ્રંશ ગુજરાતી ભાષાનો વાણીનો ઉપયોગ કરતા .. ૧૧૦૦ થી ૧૨૦૦ સુદી નાં સમય દરમિયાન સાહિત્યકાર `હેમચંદ્ર ` કેન્દ્ર સ્થાને હોવાથી તે યુગ ને હેમ યુગ નામ અપાયું .કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના યુગના વિદ્રત શિરોમણી હતા .એટલી નહિ પણ સમગ્ર ઈતિહાસમાં તેમની વીદ્રુતા ને કોઈ ટપી શક્યું નહિ .છેલ્લા ૧૦૦૦ વર્ષ થી ઈતિહાસ માં ભારત માં હેમચન્દ્રાચાર્ય જેવો વિદ્વાન બીજો કોઈ થયો નથી સકળ શાસ્ત્રો નું જ્ઞાન તેમની કૃતિઓ માં જોવા મળે છે વિધાના ક્ષેત્રમાં તેમને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું

==લેખક .પ્રો .ડો .બી એમ .રાજપૂત

કૌમુદી મુનશી

કૌમુદી મુનશી

વાંકાબોલી આ તારી વરણાગી વાંસળી
લાગે છે એવી અળખામણી !

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,
મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,

ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો
કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે

નામ:કૌમુદી મુનશી

ઉપનામ:ગુજરાતની કોકિલા

જન્મ:.. ૧૯૨૯માં વારાણસી (કાશી) ખાતે

કુટુમ્બ:

 • પિતા – કુંવર નંદલાલ મુન્શી

 •  માતા – અનુબહેન મુન્શી
 • પતિ – નીનુ મજુમદાર (પ્રખ્યાત સંગીતકાર અને ગીતકાર)
 • પુત્ર – ઉદય મજુમદાર (પ્રખ્યાત ગાયક)

અભ્યાસ

 • 1950 – બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાંથી હિન્દી સાહિત્ય અને સંગીત સાથે B.A.ની પદવી મેળવી
 • ‘ઠુમરીના રાણી’ કહેવાતા સિદ્ધેશ્વરી દેવી પાસે ઠુમરીની તાલીમ લીધી.
 • ઉસ્તાદ તાજ અહમદ ખાં પાસે ગઝલ ગાયકીની તાલીમ
 • પંડિત મનોહર બર્વે પાસે પણ તાલીમ લીધી.

જીવન ઝરમર

 • તેમનું મૂળ વતન વડનગર, પણ પેઢી તેમનો પરિવાર કાશીમાં સ્થાયી છે.
 • તેમનો પરિવાર કાશીમાં મોટા જમીનદાર. નાનપણથી જ ઘરમાં કલા અને સાહિત્યપ્રેરક વાતાવરણ.
 • હિન્દી, ઉર્દુ, વ્રજ ભાષા પર ઘણો સારો કાબુ.
 • સાક્ષરવર્ય શ્રી રમણલાલ દેસાઇ તેમના મામા થાય.
 • વારાણસીમાં સ્ત્રીઓના જાહેર કાર્યક્રમ પર સામાજીક પ્રતિબંધ હોવાને કારણે તેઓ ૧૯૫૧માં મુંબઇ આવ્યાં.
 • અવિનાશ વ્યાસે તેમને પ્રથમ તક આપી અને ‘અલી ઓ બજાર વચ્ચે બજાણિયો’ તથા ‘નવી તે વહુના હાથમાં રૂમાલ’ ગીતો દ્વારા તેમનું સુગમ સંગીત ક્ષેત્રે પદાર્પણ થયું.
 • સંગીતકાર નીનુ મજુમદાર સાથે ઇ.સ. ૧૯૫૪માં પ્રણય લગ્ન.
 • શુદ્ધ શાસ્ત્રીય સંગીત, ઉપ શાસ્ત્રીય સંગીત, સુગમ સંગીત, ભોજપુરી લોકગીતો, ઠુમરી, ગઝલ,દાદ્રકજરી વગેરે સંગીતના વિવિધ પ્રકારોમાં તેમણે નીપુણ્તા મેળવી છે.
 • સેંકડો પ્રાચીન બંદિશો તેમને કંઠસ્થ છે.
 • ઇ.સ. ૨૦૧૧ તેમની કલાનું ‘હ્રદયસ્થ અવિનાશ વ્યાસ પારિતોષિક’ દ્વારા સંન્માન કરવામાં આવ્યું.
 • તેઓ સંગીતને પવિત્ર માને છે. આથી જ પૈસા માટે ક્યારે પણ ગાયું નથી.
 • જ્હાનવી શ્રીંમાનકર અને ઉપજ્ઞા પંડ્યા તેમની શિષ્યાઓ છે.

દયારામ

દયારામ

” શ્યામ રંગ સમીપે ન જાવું મારે….”

” હવે સખી નહીં બોલું, નહીં બોલું, નહીં બોલું રે! “

“ઓ  વ્રજનારી  !  શા  માટે   તું   અમને  આળ  ચડાવે ?

જન્મ:

 • ૧૮ ઓગસ્ટ ૧૭૭૭માં વડોદરા જિલ્લાના ચાંદોદ ગામ

અવસાન:

 • ૨૮ ફેબ્રુઆરી ૧૮૫૨ (કેટલાકના મતે ૯ ફેબ્રુઆરી ૧૮૫૨ માઘ વદ ૫, સંવત ૧૯૦૮)

કુટુંબ:

 • પિતા – પ્રભુરામ કે પ્રભાશંકર

 • માતા – રાજકોર

જીવન ઝરમર

 • પંદર વર્ષની ઉંમરે માતાપિતાનું અવસાન થયું. આથી તેઓ પોતાના મોસાળ ડભોઇ જઇને રહ્યાં
 • તેઓ આજીવન અવિવાહિત હતાં.
 • કૃષ્ણલીલા અને કૃષ્ણપ્રેમનું નિરૂપણ કરતી ગરબીઓ માટે પ્રસિદ્ધ છે.
 • ઢાળની વિવિધતાવાળી એમની ગરબીઓ, એમના ઉમંગ-ઊછળતા ઉપાડથી, ભાષાના માધુર્યથી અને ભાવની ઉત્કટતાથી લોકપ્રિય બની છે.
 • તેઓ શરીરે દેખાવડા હતાં અને ગળાની મીઠાસ પણ અદભૂત હતી.
 • તેઓ સારું ગાઇ શકતા અને સિતાર પણ વગાડતાં.
 • તેમના શિષ્યોમાં છોડભાઇ, ગિરજાશંકર, લક્ષ્મીરામ દેસાઇ, ત્રિકમદાસ અમીન, વસંતરામભાઇ, લલ્લુભાઇ કાયસ્થ આદીહતાં. તેમને સ્ત્રીમંડળ પણ હતું તેમાં રતનબાઇ સોની મુખ્ય શિષ્યા હતી.
 • બુંદીકોટાના દ્વારકેશના મંદિરના સ્વારકાનાથજી ગાદીના ગુરુ પુરુષોત્તમજિ મહારાજ તેમના કવિતા ગુરૂ હતાં.
 • તેઓ જન્મે વૈષ્ણવધર્મી હતાં. પાછળથી મરજાદી થયાં. અંતે કરનાળીના કેશવાનંદજી મહારાજે તેમને શ્રીકૃષ્ણનો સાક્ષાત્કાર કરાવ્યો, ત્યારથી તેઓ કૃષ્ણભક્ત થયાં.
 • તેમણે બાર વર્ષ સુધી વિવિધ વ્યાધી ભોગવી હતી. કવિ નર્મદના મતે તેમને ત્રણ ભગંદર, તાવ,પરમિયો, સારણગાંઠ, અંતર્ગળ, મૂત્ર-કચ્છનો રોગ હતા.
 • કવિ નર્મદના મતે તેમણે ૧૩૫ ગ્રંથો રચ્યા છે. તેમણે રચેલા ગ્રંથો તેમના શિષ્ય ઘેલાભાઇએ બંધાવી લીધા હતાં. તે ડભોઇમાં હોવાની શક્યતા છે.
 • તેમણે સમગ્ર ભારતની ત્રણ વાર પરિક્રમા કરી છે. આથી તેઓ વિવિધ ભાષાથી પરિચિત છે.
 • તેમણે ગુજરાતી, હિન્દી, મરાઠી, પંજાબી, સંસ્કૃત, ઉર્દુ, મારવાડી વગેરે ભાષામાં રચના કરી છે.
 • ‘પ્રાચીન કાવ્ય ત્રિમાસિક અંક ૭’ મુજબ તેમણે નીચે મુજબના પદો રચ્યા છે.

ગુજરાતીમાં૭૦૦૦

હિન્દીમાં      – ૧૨૦૦૦

 

મરાઠીમાં    –      ૨૦૦

પંજાબીમાં  –       ૪૦

સંસ્કૃતમાં   –       ૧૫

ઉર્દુમાં        –      ૭૫

મારવાડિમાં–          

 • આ ઉપરાંત તેમણે સવાલાખ જેટલા પદો રચ્યા છે.
 • ક.મા.મુનશીએ કહ્યું હતું કે “દયારામ નિતાંત શૃંગારકવિ જ છે. દયારામ એટલે નરસિંહ મહેતાથી પ્રારંભ પામેલી મધ્યકાલીન કવિતાનું જાણે કે પૂર્ણવિરામ.”

રચનાઓ  ( નોંધ (હિ) હિન્દીમાં રચનાઓ સૂચવે છે.)

 • અકળલીલા, અકળચરિત્ર ચંદ્રિકા(હિ), અજામીલ આખ્યાન, અનન્ય ચંદ્રિકા (હિ), અનન્યાશ્રય, અનુભવમંજરી (હિ), અન્યાયમર્દન, અપરાધ ક્ષમાસ્તોત્ર. અષ્ટપટરાણી વિવાહ, આશરવાદ, ઇશ્વરતાપ્રતિપાદિક (હિ), ઇશ્વર નિરીક્ષણ, એકાગ્રતા, ઓખાહરણ, કમળલીલા, કાત્યાયીનો ગરબો, કાશીવિશ્વેશ્વરનિ લાવણી, કાળજ્ઞાનુસાર, કુંવરબાઇનું મોસાળું, કૂટકાવ્યાદિના નમૂના, કૃષ્ણઅષ્ટોત્તરશતનામ,કૃષ્ણઅષ્ટોત્તરશતનામ ચિંતામણિ, કૃષ્ણઉપવીત, કૃષ્ણક્રીડા, કૃષ્ણજન્મખંડ, કૃષ્ણના ધ્યાનનું ધોળ, કૃષ્ણનામ ચિંતામણિ, ક્રુષ્ણયજ્ઞોત્તરશતનામ, ક્રુષ્ણસ્તુતિ, કૌતકરત્નાવલિ (હિ), કલેશકોઠાર (હિ), ક્ષમાપરાધષોડશી, ગધેડાની ગાય ન થાય, ગરબી તથા પદ, ગુરુનો ઉપદેશ, ગુરુપૂર્વાધ (હિ), ચાતુરચિત વિલાસ (હિ), ચાતુરીનો ગરબો, ચિત્તશુદ્ધિ, ચિંતાચૂર્ણિકા, ચિંતામણિ, ચિંતામણિ (હિ), ચેતવણી, ચોવિસ અવતારનું ધ્યેય, ચોરાશી વૈષ્ણવ, દશમ અનુક્રમણિકા (હિ), દશમલીલા અનુક્રમણિકા, દાણચાતુરી, દીનતા સ્વરૂપ, દ્રષ્ટકૂટ, દીનતા-આશ્રય-વિનતિના પદ, દ્રષ્ટાંતિક દોહરા, દ્વિલીલામૃત સ્વરૂપનો ગરબો, નાગ્નજીતી વિવાહ, નામપ્રભાવબત્રિસી, નિતિભક્તિ ધોળ, નીતિવૈરાગ્ય (હિન્દી અને મરાઠી), નરસિંહ મહેતાનિ હૂંડી, પત્રલીલા, કવિત, પંદર તિથિ (ભાગ ૧ અને ૨), પરીક્ષાપ્રદીપ, પારણું, પિંગળસાર, પુરુષોત્તમાષ્ટોત્તરશતનામ, પૃષ્ટિભક્તરૂપમલિકા (હિ), પુષ્ટિપથ રહસ્ય, પુષ્ટિપથ સારમણિદામ (હિ), પ્રબંધ, પ્રબોધબાવની, પ્રમેયપંચાવ તથા સ્વાંતઃકરણ સમાધાન, પ્રશ્નોત્તર માલિકા, પ્રસ્તાવચંદ્રિકા (હિ), પ્રસ્તવિકપિયુષ (હિ), પ્રેમપરિક્ષા, પ્રેમપ્રશંસા, પ્રેમમંજરી, પ્રેમરસગીતા, બહુશિષ્ય ઉત્તરાર્ધ (હિ), બાનાધારી અંતરનિષ્ટ સંવા નાટક, બાર માસ, બાળલીલા (ભાગ ૧ અને ૨), બૃજવિલાસામૃત, ભ્રાહ્મણભક્તવિવાદ નાટક, ભક્તવેલ, ભક્તિ (હિન્દી અને ગુજરાતી), ભક્તિ દ્રઢત્વ, ભક્તિપોષણ, ભક્તિવિધાન, ભગવત ઇચ્છોત્કર્વતા (હિ), માયામતખંડન (હિ), મીંરાચરિત્ર, મુરલીલીલા (પંજાબી), મુર્ખલક્ષણાવલિ (હિ), મોહનીસ્વરૂપ, મોહમર્દન, યમુનાજીની સ્તુતિ, રસિકરંજન, રસિકવલ્લભ, રસિયાજીના મહિના, રાધા અષ્ટોતરશતનામ, રાધાજીનો વિવાહખેલ, રાધિકાનીનાં વખાણ, રાધિકાજીનું સ્વપ્નું, રાધિકા પોતાની માતાને કહે છે, રાધિકા વિરહના દ્વાદશ માસ, રાસપંચાધ્યાયી, રાસલીલા, રુક્મિણીવિવાહ, રુક્મિણીસીમંત, રુક્મિણીહરણ, રૂપલીલા, વલ્લભ અષ્ટેત્તરશતનામ,  વલ્લભનો પરિવાર, વસ્તુવૃંદદીપિકા (હિ), વહાલાજીના મહિના, વિજ્ઞપ્તીવિલાસ (હિ), વિઠ્ઠલઅષ્ટોત્તરશતનામ, વિનયબત્રીસી, વિશ્વાસાગ્રતગ્રંથ, વિશ્વાસામૃત (હિ), વૃત્રાસુરાખ્યાન, વ્રૂંદાવનવિલાસ (હિ), વ્રજભક્ત અષ્ટોત્તરશતનામહીરાવલિ, વ્રજમહિમા, વ્રજવાસિનિનો ગરબો, વ્રેહવિલાસ, શિક્ષા, શુદ્દાદ્વૈતપ્રતિપાદન (હિ), શૃંગાર (હિ), શ્રીકૃષ્ણનામ ચંદ્રકળા(હિ), શ્રીકૃષ્ણનામચંદ્રિકા (હિ), શ્રીકૃષ્ણનામ મહામત્ય (હિ), શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમંજરી, શ્રીકૃષ્ણનામ માહાત્મ્યમાધુરી, શ્રીકૃષ્ણનામ રત્નમલિકા (હિ), શ્રીકૃષ્ણનામમાહાત્મ્યમાર્તંડ (હિ), શ્રીકૃષ્ણસ્તવનચંદ્રિકા (હિ), શ્રીકૃષ્ણસ્તવન મંજરી, શ્રીકૃષ્ણનામામય્તધારા, શ્રીકૃષ્ણનામામૃતધ્વનુલઘુ (હિ), શ્રીકૃષ્ણનામાવલિ, શ્રી ગુરુદેવચંદ્રિકા કે ગુરુપ્રભાવ ચંદ્રિકા, શ્રીનાથજીનું વર્ણન, શ્રી પુરુષોત્તમ પંચાંગ, શ્રીભાગવત અનુક્રમણિકા (હિ), શ્રી ભાગવત મહામત્મ્ય, શ્રીશેષશાઇનું ધોળ, શ્રીહરિભક્તચંદ્રિકા,  શ્રીહરીભક્તા, શ્રીહરિસ્વપ્નસત્યયા (હિ), ષડઋતુ વર્ણન, ષડરિપુ સંશયછેદક (હિ), સતસૈયા (હિ), સત્યભામાવિવાહ, સંતતિવિરાગ, સપ્રદાયસાર, સાત વાર સારાવલિ, સિદ્વાંતસાર (હિ), સ્તવનપીયૂષ (હિ), સ્તવનમાધુરી, સ્વરૂપતારતમ્ય, સ્વભ્યાપારપ્રભાવ (હિ), હનુમાનગરૂડસંવાદ, હરિદાસ મણિમાળ (હિ), હરિનામમાળા, હરિનામવેલિ, હરિભક્તરત્નમાળા, હરિસ્વપ્નસત્યતા, હીરાવલી.
 • ગુજરાત માટે ગર્વની વાત એ છે કે ઉપર્યુક્ત સઘળી રચનાઓ પ્રાપ્ય છે.

પ્રેમાનન્દ……

પ્રેમાનન્દ,

“પછી શામળીયોજી બોલીયા, તને સાંભરે રે ! “ 

“દૂર થકી દીઠી દીકરી, મહેતે સમર્યા શ્રીનરહરિ;
અન્યોઅન્યે નયણાં ભરી, ભેટયાં બેહુ અતિ આદર કરી.”

“મારો બાળસ્નેહી સુદામો રે,હું દુખિયાનો વિસામો રે;
ઊઠી ધાયા જાદવરાય રે,નવ પહેર્યાં મોજાં પાય રે.”

નામ:પ્રેમાનન્દ કૃષ્ણરામ ભટ્ટ (ઉપાધ્યાય)

જન્મ: આશરે ૧૬૩૬ (સંવત ૧૬૯૨)માં વડોદરા ખાતે

અવસાન:આશરે ૧૭૩૪ (સંવત ૧૭૯૦)

કુટુંબ:પિતાકૃષ્ણરામ જયદેવ ભટ્ટ

પત્નીહરકોરબાઇ

પુત્રજીવણરામ અને વલ્લભ ભટ્ટ

જીવનઝરમર

 • કવિ નર્મદે કરેલા સંશોધન મુજબ પ્રેમાનંદના દાદાનું નામ જયદેવ, વેદ ઋગ્વેદ, શાખા માધ્યંદિની, ગોત્ર ઓચ્છવસ, માતૃકા (કૂળદેવી) કાત્યાયની અને અવટંક ઉપાધ્યાય હતી.
 • તેમની માતાનું નાનપણમાં અવસાન થયું હતું. આથી તેમના માસીને ત્યાં તેમનો ઉછેર થયો હતો.
 • તેઓ પંદર વર્ષ સુધી અભણ રહ્યાં હતાં. ત્યારબાદ પાટણના સાધુ રામચરણ હરિહરે તેમને કાવ્યપ્રસાદી આપી હતી.
 • બીજી માન્યતા મુજબ પોતાની માસીને ત્યાં રહેતા પ્રેમાનંદે બે દિવસના ઉપવાસી સિદ્ધને જમવાનું આપી તેમની ક્ષૃધા મીટાવી હતી. આથી સિદ્ધે તેમની જીભ પર કાંઇ લખ્યું. આથી તેમનામા કાવ્યશક્તિ આવી. (નર્મગદ્ય મુજબ)
 • ત્રીજી માન્યતા મુજબ પ્રેમાનંદે બહુચરાજીના દેરાં ખાતે આવેલા એક સિદ્ધની ખુબ સેવા કરી. આથી સિદ્ધે પ્રસન્ન થઇ તેમને વહેલા આવવા જણાવ્યું. પરંતુ કોઇ કારણસર પ્રેમાનંદ મોડા પડ્યાં. આથી સિદ્ધે કહ્યું કેવહેલા આવ્યો હોત તો સંસરુતનો મોટો કવિ થાત, પણ હવે તું પ્રાકૃતમાં કાવ્ય કરી શકીશ.
 • જોકે બધા વિદ્વાનો ઉપર્યુક્ત માન્યતાને નકારે છે.
 • પ્રેમાનંદને કોઇ પુરાણી સાથે પુરાણ વાંચવા વિશે ઝઘડો થયો. અને આથી તેમણે ભાગવતનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું.
 • તેમને ગુજરાતી ભાષા અંગે અતિ માન હતું. આથી એમણે પ્રતિજ્ઞા કરી હતી કેજ્યાં સુધી સર્વે ભાષાઓના જેવી ગુજરાતી ભાષા કવિતારૂપી અલંકારો વડે શણગારાય નહીં, ત્યાં સુધી મારે પાઘડી પહેરવી.’ પ્રતિજ્ઞા તેમણે આજીવન પાળી. પ્રેમાનંદના બધા ચિત્રો પાઘડી વગરના હોય છે. પણ કેટલાક વિદ્વાનો આને ફક્ત દંતકથા ગણી નકારે છે.
 • પ્રેમાનંદે કેટલાક નાટકો પણ રચ્યા કહેવાય છે. પણ તે બાબતે વિદ્વાનો એકમત નથી.
 • લોકકથામાં કવિ પ્રેમાનંદ અને શામળ ભટ્ટ વચ્ચેના ઝઘડાની ઘણી વાત છે. પણ વિદ્વાનોના મતે શામળ ભટ્ટનો જીવનકાળ પ્રેમાનંદના બાદનો છે. આથી તેઓ સમકાલીન નથી. આથી તેમની વચ્ચે ઝઘડો થવાની સંભાવના નથી.
 • .. ઠાકોરના શબ્દોમાં કહીયે તો, ” ગુજરાતનો હિંદુસમાજ અમુક સૈકાઓ દરમિયાન તળાવ હતું અને પ્રેમાનંદ તળાવમાં પાકેલું સૌથી સુંદર માછલું હતું.
 • વડોદરાના મહમદવાડીમાંપ્રેમાનંદ કવિના ઘર તથા કૂવોછે. પોળનું નામકરણપ્રેમાનંદ કવિની પોળએમ કરવામાં આવ્યું છે.

રચનાઓ

 • ઓખાહરણ, દાણલીલા, નળાખ્યાન, મામેરું, સુદામા ચરિત્ર, ચંદ્રહાસાખ્યાન, અભિમન્યુઆખ્યાન, મદાલસાઆખ્યાન, વામન ચરિત્ર કે વામનકથા, વિવેક વણઝારો, હૂંડી, સુધન્વાખ્યાન, રણયજ્ઞ, લક્ષ્મણાહરણ, ભ્રમરપચીસી, ઋશ્યશૃંગાખ્યાન, સ્વર્ગની નીસરણી, સપ્ત્મસ્કંધ અથવા પ્રહલાદાખ્યાન, દ્રૌપદીહરણ, હરિશ્ચંદ્રાખ્યાન, દેવીચરિત્ર, શ્રાદ્ધ, અષ્ટવક્રાખ્યાન, દ્રૌપદીસ્વંયંવર, માંકર્ડેયપુરાણ, રાધિકા વિરહના દ્વાદશ માસ, સત્યભામા રોષદર્શિકા, તપત્યાખ્યાન, પંચાલીપ્રસન્નાખ્યાન, હારમાળા, દશમસ્કંધ, અષ્ટમસ્કંધ, ષષ્ટમસ્કંધ, માંધાતાખ્યાન, સુભદ્રાહરણ, રુક્મિણી હરણ, રામાયણ, મહાભારત, રેવાખ્યાન, પાંડવાશ્વમેઘ, વિરાટપર્વ, ભીષ્મપર્વ, સભાપર્વ, વ્રજવેલ, વલ્લભઝઘડો, ડાંગવાખ્યાન, શામળશાનો મોટો વિવાહ, બભ્રવાહન આખ્યાન, નરકાસુર આખ્યાન, કર્ણચરિત્ર, સંપૂર્ણ પદબંધ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતા, શામળશાનો નાનો વિવાહ, જયદેવ આખ્યાન, કૃષ્ણવિષ્ટિ, વટપતન, અભિમન્યુનો ચક્રાવો, દ્રૌપદી વસ્ત્રાહરણ, ભીષ્મચરિત્ર, નાસિકેતોપાખ્યાન, લવકુશાખ્યાન, હરિવંધ, સુરેખાહરણ, જ્ઞાનગીતા, રઘુવંશ, કપિલગીતા, પાંડવોની ભાંજગડ, નાગદમન
 • ઉપર્યુક્ત કેટલીક રચનાઓ પ્રેમાનન્દની છે કે નહીં તેમાં વિદ્વાનોમાં મતભેદ છે.

લાભશંકર ઠાકર, ફાધર વાલેસ , ઉમાશંકર જોશી,જીવરામ જોશી,અમૃતલાલ જાની, …..

પદ્ય: કેમેરા ઑન છે – લાભશંકર ઠાકર

શી-ઈ-ઈ-ઈ-!
શીતલ પવનની પીઠ પરેથી લસરે છે
લીંબુરંગનો તડકો
બોરસલીની ડાળ પરે ચમકે છે પૂંછડી શ્યામ
શ્વેત રંગના સંયોજનમાં : શી-ઈ-ઈ-ઈ-!
શુભ્ર પતાસા જેવું પેટ, દૈયડ
મેગપાઈ રોબિન, આવ –
તારા અવાજમાં ઘૂંટાયા છે, લીંબુરંગી સુખોષ્ણ તડકો
શીતળ પવન ને કામ. આવ –
દૈયડ અતીતમાંથી આ ક્ષણમાં સામે.
હું તો બેઠો છું નિષ્કામ ને અનિચ્છ. આવ
તારા અવાજથી ઊઘડી છે મારી આંખ
તાકવા તને, મારી એકલતાની ડાળે
સ્મૃતિશ્રુતિના ફળિયામાં સકામ કેમેરાનાં
આંખકાનની સામે મીડ શૉટમાં.
તારી પ્રતીક્ષામાં કેમેરા ઑન છે. આવ
શી-ઈ-ઈ-ઈ-!

ભગ્ન સ્વપ્નના ટુકડામાંથી
ઊપસીને
ફ્રેમમાં ખાય બગાસું
મીડ શૉટમાં ગાંધી.
થાય ઊભા.
ડગ ભરતા ભરતા-;
હી ગોઝ આઉટ ઑફ ધ ફ્રેમ.
પૂછ પોતાને

કેમ ગયા ચાલી
તારી ભાવદૃષ્ટિની ફ્રેમમાંથી?

(૧. પરબ, એપ્રિલ ૨૦૦૯, ૨. શબ્દસૃષ્ટિ, એપ્રિલ ૨૦૦૯)

આ ગુજરાતી ભાષા જેવી સરળતા
બીજે ક્યાક જો જોવા મળે તો
તમે નવી શોધ કરી છે,
એમ માનજો.

(ફાધર વાલેસ)

ગુર્જરી ગિરા

જે જન્મતાં આશિષ ‘હેમચન્દ્ર’ની
પામી, વિરાગી જિન સાધુઓ તણી,
જેને તપસ્યા ગળથૂથીમાં મળી,
રસપ્રભા ‘ભાલણ’ થી  લહી જે,
નાચી અભંગે ‘નરસિંહ’- ‘મીરાં’,
‘અખા’ તણે નાદ ચડી ઉમંગે,
આયુષ્મતી લાડકી ‘પ્રેમભટ્ટ’ની,
દ્રઢાયુ ‘ગોવર્ધન’થી બની જે,
અર્ચેલ ‘કાન્તે’ ‘દલપત્તપુત્રે’ ,
તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા,
‘ગાંધી’ મુખે વિશ્વમાંગલ્યધાત્રી.  (ઉમાશંકર જોશી)

જીવરામ જોશી, 

” અમે કોણ? મિયાં ફુસકી. સિપાઈ બચ્ચા. “

” છકાને માથે ચોટી, મકાને માથે મુંડો.”

 • ૧૯૨૭ – કાશીમાં સંસ્કૃત સાથે અંગ્રેજી ભણવાનો પ્રયત્ન
 • ઘણો વખત સ્વાતંત્ર્ય સંગ્રામમાં સક્રીય ભાગ- ઘાયલ થવા સુધી.
 • ‘ ઝગમગ’ બાળસાપ્તાહિકના તંત્રી
 • બાળ સાહિત્યનું વિપુલ સર્જન – તેમનાં અમર પાત્રો – મિયાં ફુસકી, તભા ભટ્ટ, અડુકિયો-દડુકિયો, છેલ- છબો, છકો-મકો
 • તેમના પાત્ર છકો-મકોની વાતોને આવરી લઈને બાળનાટક પણ બનેલું છે.
 • તેમનું પ્રથમ પુસ્તક હતુ ‘રઘુ સરદાર’


રચનાઓ

 • વાર્તા – મિયાં ફુસકી (૩૦ ભાગ) છકો મકો ( ૧૦ ભાગ), છેલ છબો(૧૦ ભાગ), અડુકિયો દડુકિયો( ૧૦ ભાગ) , પ્રેરક વાર્તાવલિ (૨૦ ભાગ)
 • પ્રેરક સાહિત્ય – બોધમાળા ( ૧૦ ભાગ)
 • બાલસાહિત્ય સર્વ સંગ્રહ

અમૃતલાલ જાની,

જન્મ : 

 • ૧૯૧૨ટંકારા

અવસાન 😕

કુટુમ્બ: 

 • પિતા– જટાશંકર
 • પત્ની સવિતા ; પુત્ર – ઇન્દુકુમાર ( ‘નયા માર્ગ’ ના તંત્રી), પરેશ

અભ્યાસ:

 • સાત ચોપડી ( ટંકારા, જડેશ્વરમાં)

 

તેમના વિશે વિશેષ

 • રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જોડાયા; પણ નાટ્ય પ્રવેશ માટે અભ્યાસ છોડ્યો
 • રાજકોટના નૂતન થિયેટરમાં ચન્દ્રગુપ્તના જીવન પરથી તૈયાર થયેલ નાટક ‘ ભારત ગૌરવ’માં ‘છાયા’ની ભૂમિકામાં પહેલો સ્ત્રી પાત્રી અભિનય
 • ‘સરસ્વતીચન્દ્ર’ નાટકમાં ‘કુમુદ સુંદરી’ તરીકે યાદગાર અભિનય
 • ૧૯૨૯ સુધી – શ્રી. રોયલ નાટક મંડળીમાં
 • ૧૯૩૦ – આર્ય નૈતિક નાટક સમાજ સાથે
 • ૧૯૩૯ – શ્રી. લક્ષ્મી પ્રભાવ નાટક સમાજ સાથે
 • ૧૯૪૫૧૯૫૩  શ્રી. દેશી નાટક સમાજમાં
 • ૧૯૪૪  સ્ત્રી પાત્ર તરીકે છેલ્લો અભિનય
 • ૧૯૫૩થી૧૯૬૧  સૌરાષ્ટ્ર સંગીત / નાટક અકાદમીના નાટ્ય વિભાગમાં ઇન્સ્પેક્ટર
 • ૧૯૬૪ – આકાશવાણી, મુંબાઈના નાટ્ય વિભાગમાં ચીફ આર્ટિસ્ટ
 • છેલ્લે – આકાશવાણી , રાજકોટમાં નાટ્ય વિભાગ સાથે
 • ૧૯૭૩ – આત્મકથા પ્રકાશિત

રચનાઓ

 • અભિનય પંથે – આત્મકથાત્મક , સંસ્મરણાત્મક  શૈલીમાં જૂની રંગભૂમિના સુવર્ણ કાળ અંગેનું દસ્તાવેજી પુસ્તક