કોણ ધરે ?…

માનવીની બુદ્ધિ બગડે એમાં ધર્મ શું કરે ?

માનવીની વૃત્તિ વંઠે એમાં વેશ શું કરે ?

માનવીની દાનત  દૂણે એમાં દેશ શું કરે ?

માનવીનું ખમીર ખખડે એમાં કોઈ શું કરે ?

કરે આખો દેશ  દેખાવો  ભાઈ એથી શું વળે ?

બૂમો પાડે ‘સહુ કોઈ જાગો ‘ અરે એથી શું વળે ?

રેલી સરઘસ વિરોધ પ્રદર્શન કેવાં રોજ નીકળે !

રાજનીતિ ચડે રમતે  પછી કેવી થાય વલે ?

કાયદા બદલ્યે કોઈ ન ફફડે ક્યાંથી કોઈ ડરે  ?

ન્યાય થાય મોડે મોડે  કિન્તુ નિર્દોષ રોજ મરે

એકમેકને સુધારવાની  વાતો સહુ કોઈ  કરે

પણ હું સુધરું તો સહુ સુધરે તે ધ્યાને કોણ ધરે ? Delhi gangrape: Time to look within ourselves? Delhi, Updated Jan 06, 2013 at 06:38pm IST  http://ibnlive.in.com/news/delhi-gangrape-time-to-look-within-ourselves/314247-3-244.html

Advertisements

‘ગની દહીંવાલા’……..

 

ગની દહીંવાલા’ (૧૭-૮-૧૯૦૮, ૫-૩-૧૯૮૭):  

અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા, ‘ગની દહીંવાલા (૧૭-૮-૧૯૦૮, ૫-૩-૧૯૮૭): ગઝલ કવિ. જન્મ વતન સુરતમાં. અભ્યાસ પ્રાથમિક ત્રણ ધોરણ સુધી. ૧૯૨૮માં અમદાવાદમાં અને પછી ૧૯૩૦થી સુરત જઈ દરજીની દુકાન. સુરતમાં ‘સ્વરસંગમ’ નામના સંગીતમંડળની સ્થાપના. ૧૯૪૨માં મહાગુજરાત ગઝલ મંડળના સ્થાપક સભ્ય. ૧૯૮૧માં ભારત સરકાર તરફથી સાંસ્કૃતિક વિનિમય યોજના અન્વયે ભારતીય પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનનો પ્રવાસ. સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં કાવ્યકટાક્ષિકાલેખન.

લોકપ્રિય ગઝલકાર છે. પ્રણય – મસ્તી કરતાં દુનિયાના અનુભવોમાંથી જન્મતું દર્દ તેમ જ આધ્યાત્મિકતા કરતાં પૃથ્વી પ્રત્યેનો પ્રેમ એમની ગઝલોમાં વિશેષ છે. કેટલાંક ગીતો અને મુકતકો પણ એમણે લખ્યાં છે.

 

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું,Gani-Dahiwala
કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું.

જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું,
કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું.

હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા,
ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું.

આ હૃદય સમો તિખારો છે દઈ રહ્યો ઈશારો,
કોઈ કાળે સૂર્યમાંથી હું જુદો પડી ગયો છું.

નથી કાંઈ પ્રયાણ સરખું અને પથ કપાઈ ચાલ્યો,
નથી કાફલાની હસ્તી અને હું ભળી ગયો છું.

બહુ રાહતે લીધા છે મેં પસંદગીના શ્વાસો,
ન જિવાયું દર્દરૂપે તો સ્વયં મટી ગયો છું.

’ગની’ પર્વતોની આગળ આ રહ્યું છે શીશ અણનમ,
કોઈ પાંપણો ઢળી ત્યાં હું ઝૂકી ઝૂકી ગયો છું.

 

 

 

 

 

 

 

ગુજરાતી ભાષાના વિવિધ સ્વરૂપ……….

ગુજરાતી ભાષા રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં વિવિધ સ્વરૂપે બોલાય છે.

૧.શુદ્ધ ગુજરાતી ભાષા –

ઉંદર અને મુનિ

ગૌતમ ઋષિના તપોવનમાં એક મહા તપસ્વી મુનિ હતા.તપ કરીને તેમણે ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી.એક વાર તેમણે આશ્રમ પાસે કાગડાના મોંમાથી નીચે પડી ગયેલું એક ઉંદરનું બચ્ચુ જોયું.તેને જોતા જ મુનિને હદયમાં દયા જન્મી.

 

૨.કાઠિયાવાડી બોલી –

મુનિ અને ઉંદેડો

ગૌતમ ઋષિનું એક તપોવન હતું.ઈમાં એક મોટા તપસી રેતા હતા.તપ કરી કરીને ઈમણે મોટી સિદ્ધિ મેળવીતી.એક વખત ઈમનાં આશ્રમ પાંહે કાગડાના મોઢામાંથી પડેલુ એક ઉંદેડાનું બચોરિયું પડી ગયેલુ જોંયુ.ઈને જોઈને મુનિના હૈયામાં દીયા ઊપજી.

૩.ઉત્તર ગુજરાતી બોલી –

ઉંદેડો ન મુનિ

ગૌતમ ઋષિના તપોવનમાં એક જબરા તપસી રે’તા તા.તપ કરી કરીનં ઈંયાંને ઘણી સિધિઓ મેળવી’તી.એક ફરા ઈયાંનં આશરમ પાહ કાગડાના મૂઢામાંથી હેઠું પડી જે’લુ ઉંદેડાનું બચ્ચુ નજરે પડ્યુ.ઈનં ભાળતા વોત મુનિના હિયામાં દ્યા જલમી.

૪.ચરોતરી બોલી –

મુનિનો ઉંદયડો

ગૌતમ રૂસીના તપોવનમાં એક બઉ મોટ્ટા તપસી મુનિ રે’તા તા.એમણે એટલું બધું તપ કીધું’તુ કં એમનાં કે’તા હવાર ઉગ નં એમના કે’તા હાંજ પડ! એક વાર એ તપસ્યામાં બેઠા’તા નં એક કાગડૉ ઊડતો ઊડતો આયો.એની ચાંચમાંથી ઉંદયડીનું એક નાનું બચ્ચુ હેઠણ પડ્યું.મુનિ તોં દયાના દાતાર.હૈયુ પીગળી જ્યું.

૫.સુરતી બોલી –

ઉંદર અને મુનિ

ગૌતમ રૂશીના તપોવનમાં એક મોટા તપસ્વી સાધુ ઉતા.તપ કરીને તેમણે મોટી સિદ્ધિ મેળવી’તી.એક વાર એમણે આશરમ પાહે કાગડાના મોળામાંથી પડી ગેલુ એક ઉંદરનું બચ્ચું જોયું.તેને જોઈને મુનિના રદયમાં દયા આવી.

૬.કચ્છી બોલી –

ઉંધર નેં મુનિ

ગૌતમ ઋષિ જે તપોવણમેં હિકડો વડૉ વડૉ તપસી રોંઘોવો.તપ કરેને ઈન વદી સિધિ કમાંય. હિકીયાર ઈ આસરમવટ ઈન કાગડે જે મોંમ્યાંનું હેઠાં છણી પેલ હિકડો ઉંદ્યરજો બચો ડીઠેં.હીસંધે વાર ને મુનિજે રૂઅમેં રોમ આવઈ.

૭.ભીલી બોલી –

ઉંદરો ને બાવો

ગૌતમ બાવાના ડુંગરમાંય એક મુટો તપસી બાવો અતો.તપ કરીને વણાયે કંઈક નોમના મેળવજી અતી.એક વખત અણા આશ્રમ પાહે કાગડાના મુડામાહુ ભુયે પડેલું એક ઉદરાનું ટીટુ જુતુ વણાયે જુતાંસ બાવાયે દયા આજી.

૮.ડાંગી બોલી –

ઉંદીર અને તપસર

ગૌતમ તપસરના આશ્રમમાં એક મોઠા તપસર હતા.તપ કરીહન તેની બહુ ઈદ્યા મેળવેલ હતી.એક દિસ તેની આશ્રમ પાસી,હાડિયાના ટોનમાંથી ખાલ પડી ગયેલ એક ઉંદિરનાં પીલ હેરાં.તેલા હેરતાં જ તેલા હિરદાંમાં કીવ આની.

૯.પારસી બોલી –

ઉંદર અને મુનિ

ગઉતમ રુસીના તપોવનમાં એક મોટ્ટા તપસવી મુનિ રહેતા ઉતા.તપ કરીને એવને ઘની સિધ્ધિ મેરવી હતી.એક વાર એવને આસરમ પાસે કાગરાના મોંનામાંથી નીચ્ચે પરી ગયેલું એક ઉંદરનું બચ્ચું જોયું.તેને જોતાં જ મુનિના દીલમાં દયા આવી.

૧૦.વહોરા બોલી –

ઉંદર અને મુનિ

ગૌતમ ઋષિના ટપોવનમાં એક મઃઆ તપસ્વી મુનિ હતા.ટપ કરીને તેમને ઘની ખ્યાતિ મલીતી.એક વાર તેમને આશ્રમ પાસે કાગરાના મોંમાંથી નીચે પરી ગયેલું એક ઉંદલ્લાનું બચ્ચુ જોયું.તેને જોતા જ મુનિને દિલમાં દયા આવી.

નવનીત જનરલ નૉલેજ પુસ્તિકામાંથી

ગુજરાતી via ગુજરાત………

Posted by વૈશાલી & કુલદીપ on October 24, 2011

“ગુજરાતી સાહિત્ય” જ્યારે આ શબ્દો સાંભળીયે ત્યારે ભારે-ભરખમ લાગે છે. કદાચ  આપણી ABCD generation ને આમાં interest પણ નહીં હોય. પણ આપણે Non-ABCD કેટલું જાણીએ છીએ આપણી ભાષા અને આપણી ભાષાનાં ઈતિહાસ વિષે? નરસિંહ મહેતાને આપણે આદી-કવિ કહીએ છીએ. તો શું કદાચ નરસિંહ મહેતાએ પહેલી વાર ગુજરાતી કક્કો લખ્યો હશે? ના, લગભગ ૧૨૦૦ વર્ષ પહેલા રાજકીય કારણો સાથે વિઘટિત થઇ રહેલા ભારતમાં સંસ્કૃત / પ્રાકૃત ની જગ્યાએ સ્થાનિક બોલી નો પ્રયોગ વધવા લાગ્યો. ગુજરાતી ભાષા અને સાહિત્ય ની શરૂઆત લગભગ ૧૦૦૦ વર્ષ પહેલા થઇ.  જૈન આચાર્યનાં હસ્તે લખાએલા આ સાહિત્ય ગ્રંથો “રસ” અને “વિલાસ” ના નામે પ્રસીધ્દ્ધ થયા, જેવા કે ..

શૈલભદ્રનું “ભારતેશ્વર બાહુબલી રસ”
ગુન્વાંતનું “વસંત-વિલાસ”
માણીક્ય સુંદરનું “પૃથ્વીચંદ્ર ચરિત”

આ બધું સાહિત્ય ઈ.સ ૧૪૦૦ પહેલા લખાયું હતું.

સોલંકી કાળ પછીનાં સમયમાં ભાલણ, નરસિંહ મહેતા, અખો, દયારામ, પ્રેમાનંદ ભટ્ટ, વલ્લભ હરિદાસ જેવા કવિઓ થઇ ગયા. આ સમકાલીન કવિઓએ રામાયણ, ભાગવત ગીતા, પંચતંત્ર જેવા સંસ્કૃત ગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું અને સાથે ભક્તિરસ સભર સાહિત્ય પણ રચાયું. પરંતુ Modern Gujarati ની શરૂઆત ૧૮૫૦ ની આસપાસ, westernization સાથે થઇ. Modern Gujarati નો પ્રણેતા બન્યો નર્મદાશંકર અથવા તો “કવિ નર્મદ”. નર્મદ અને દલપતરામે ગુજરાતી ભાષામાં વિવિધતા ના પ્રાણ ફૂંક્યા. કવિ નર્મદ ગુજરાતી ભાષાની first dictionary અને first autobiography આપી ગયા. કવિ દલપતરામ witty અને humourous કવિતાઓ લઇ આવી ગુજરાતી ભાષામાં એક તદ્દન નવું chapter ખોલ્યું. નર્મદ, દલપતરામ, ગોવર્ધનરામ ત્રિપાઠી, મોહનદાસ ગાંધી, કનૈયાલાલ મુનશી, ઝવેરચંદ મેઘાણી, આ બધા કવિઓ અને લેખકો ઘણાજ turbulent સમયમાં થઇ ગયા.

૧૮૫૦ થી ૧૯૫૦ નો સમય ગુજરાતમાં અને ભારતમાં સામાજિક અને રાષ્ટ્રીય બદલાવનો હતો. એ સમયના સાહિત્યમાં આ બદલતા સમયની હવા પાને-પાને ફૂંકાઈ છે. બાળ-વિવાહ, વિધવા-વિવાહ, Civil Rights Violation સામે મોરચો માંડનાર આ કવિઓ અને લેખકો ગુજરાતી ભાષાને પોતાના લખાણો દ્વારા અમર બનાવી ગયા. મોહનદાસ ગાંધી, ઝવેરચંદ મેઘાણી જેવા કવિ / લેખકોએ ગુજરાત ની ધરતી ના ખૂણે-ખૂણે ભમી સાહિત્ય ને સબળ બનાવ્યું. ઝવેરચંદ મેઘાણીએ અને દુલાભાઈ કાગે લોક સાહિત્ય ને ગૌરવશાળી બનાવ્યું.

ભાષાના વિકાસની દ્રષ્ટિ જોઈએ તો નરસિંહ મહેતાના પદોની ભાષા સમજવી અઘરી નથી. એ ભાષા આજ સુધી બહુ બદલાઈ નથી. ભાષાનું સ્વરૂપ સાહિત્યના વિકાસ અને modernization સાથે જળવાઈ રહ્યું છે. પણ સાચી મૂંઝવણ  હવે એ  છે કે આપણે ફરીથી એક વાર બદલાવ ના માર્ગે ઊભા છીએ !! ગુજરાતી ભાષા ઉપર હિન્દી, English ની અસર દેખાઈ રહી છે. સાથેજ ગુજરાતી ભાષા નું ચલણ પણ ઘટવા લાગ્યું છે. સવાલ એ છે કે, શું ૧૧૦૦ વર્ષ પહેલા રચાયેલો  ઈતિહાસ પલટો ખાઈ રહ્યો છે? શું ગુજરાતી ભાષા વિલીનીકરણ તરફ આગળ વધી રહી છે? એવું સંભળાય છે કે ભારત માં ઘણી સ્થાનીય ભાષા માં આવા પ્રશ્નો ઊભા થયા છે. શું સ્થાનીય ભાષા ના વિભાગો અદ્રશ્ય થયી ફરી એકવાર કોઈ એક રાષ્ટ્રીય ભાષા નું નિર્માણ થશે? કે આપણે ગુજરાતી ભાષાની મશાલ પ્રજ્વલિત રાખી શકીશું?

~ વૈશાલી અને કુલદીપ ભટ્ટ

ગુજરાતી ભાષા બચાવો …

ગુજરાતી ભાષા બચાવો ચળવળ

ગુજરાત માંથી ગુજરાતી ભાષા માં પ્રકાશિત થતા ” સંદેશ ” દૈનિકે આજકાલ ” ગુજરાતી ભાષા” ને બચાવવા માટે કમર કસી છે અને ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” નામ થી ચળવળ ચલાવી છે. અને હું આ આપણી માતૃભાષા ને બચાવવા ના આંદોલન માં ” સંદેશ ” દૈનિક ને મારા બ્લોગ થકી સંપૂર્ણ રીતે ટેકો આપી રહ્યો છું. આ જે પણ લેખક આ કાર્ય આટલી અડગતા થી ચલાવી રહ્યા છે તે લેખક ને હું ખુબ ખુબ અભિનંદન પાઠવું છું, અને તેમને આ ચળવળ આગળ ધપાવવા આ લેખ થકી શુભેચ્છા મોકલી રહ્યો છું.

સંદેશ દૈનિક તેમની રોજ પ્રકાશિત થતી આવૃત્તિ માં આંતરે દિવસે ગુજરાતી માતૃભાષા ને બચાવો વિષે ખુબજ સુંદર અને હકારાત્મક અભિગમ સાથે પ્રેરણા સ્ત્રોત લખાણ લખીને આજકાલ ના અંગ્રેજી માધ્યમ ના સુનામી માં વહી ગયેલા અંગ્રેજી ભાષા થી વટલાયેલા આપણા વ્હાલા ગરવા ગુજરાતીઓ માં આપણી જનેતા સમી માતૃભાષા ગુજરાતી ને બચાવવા જાગૃતિ લાવવા નો અથાગ પ્રયાસ કરી રહ્યું છે.

આજે હું તે પ્રકાશિત કેટલીક આવૃતિઓ માંથી મને પસંદ પડેલા કેટલાક વિશેષ વાક્યો કે વિચારો ને તમારી સમક્ષ રજુ કરી ને મારા તરફ થી સંદેશ દૈનિક ના આ માતૃભાષા બચાવો આંદોલન માં ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી જેટલો ટેકો આપી રહ્યો છું.

તા. ૦૮/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક : બાળકો માં કલ્પના ની ઉડાન ના ધીમા મોત ની ઘડીઓ ગણી રહી છે……….

અંગ્રેજી નો મોહ ગાંડપણ માં પરિવર્તિત થઇ ગયો છે.

અંગ્રેજી ભાષા પાછળ નું ગાંડપણ એ હદે વધી ગયું છે કે ગુજરાતી ભાષા હાંસિયા માં ધકેલાય ગઈ છે.

દરેક માતા પિતા પોતાના સંતાનો ને અંગ્રેજી માધ્યમ ની શાળામાંજ ભણાવવા માંગે છે. પ્રશ્ન એ નથી કે કેમ અંગ્રેજી માધ્યમ માં જ ભણાવે છે ? પ્રશ્ન એ છે કે ગુજરાતી ના ભોગે અંગ્રેજી શા માટે ?

ગુજરાત માં સ્થિતિ એ છે કે નાના નાના ગામડાઓ માં પણ અંગ્રેજી માધ્યમ ની શાળાઓ ખુલી ગઈ છે. કવાંટ, પાવી જેતપુર, છોટાઉદેપુર, જેવા પછાત વિસ્તારો માં આદિવાસી માતા પિતા ના સંતાનો અંગ્રેજી માધ્યમ માં ભણી રહ્યા છે.

આપણે ત્યાં ( ગુજરાત માં ) નાણાકીય રોકાણ કરોડો રૂપિયા નું થાય છે પણ ભાષા અને સંસ્કૃતિ નું ધોવાણ થઇ રહ્યું છે. લોકો એ નથી જાણતા કે ભાષા નો એક એક શબ્દ કરોડો રૂપિયા ના ખર્ચે પણ પરત નહીં મળી શકે. હજારો વર્ષ ના પરિશ્રમ પછી એક એક શબ્દ તૈયાર થતો હોય છે.

અંગ્રેજી ભાષા ગુજરાતી થી સધ્ધર છે તેવું કેહતા વિદ્વાનો ભાષા વિજ્ઞાન માં અભણ છે. તેઓ એ નથી જાણતા કે અંગ્રેજી ની તો પોતાના લીપી પણ નથી. તે રોમન લીપી થી જીવે છે.

યુનેસ્કો એ તો શિક્ષણ માટે એક નિયમાવલી બનાવી છે અને જણાવ્યું છે કે ધો.૧ થી ૮ સુધી શિક્ષણ તો માતૃભાષા માં જ હોવું જોઈએ.

તા. ૧૧/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક: માતાએ પુત્રને સમજાવવા માટે દુભાષિયો રાખવો પડે તેવી સ્થિતિ

છેલ્લા ત્રણ દાયકા માં અંગ્રેજી માધ્યમ માં શિક્ષણ નું ગાંડપણ એ હદે વધ્યું છે કે ગુજરાતી માધ્યમ ની શાળાઓ હવે ગરીબ ના ઘરની જેવી બની ગઈ છે.

ગાંધીજી અંગ્રેજી માં પ્રખર જ્ઞાતા હોવા છતાં તેઓ ગુજરાતી ભાષા માં લખાણ કરતા હતા, એટલે સુધી કે તેઓ એ નવા અને મૌલિક શબ્દો પણ ગુજરાતી ને આપ્યા છે. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ નો સુંદર ગુજરાતી પર્યાય ” ગોળમેજી પરિષદ ” એટલો તો લોકપ્રિય બન્યો કે આજે પ તે લોકજીભે છે. તો આજે સ્થિતિ એવી છે કે ભગવાન રામ ની વાયા હોલીવુડ એન્ટ્રી થતા રામા થઇ ગયા. આપણે આપણી માતૃભાષા ના શબ્દો નો સ્પસ્ટ ઉચ્ચારણ કરી નથી શકતા.

એક સમય ના ઝવેરચંદ મેઘાણી, ગોવર્ધનરામ ત્રિપાઠી, કનૈયાલાલ મુન્શી, પન્નાલાલ પટેલ, ર.વ.દેસાઈ, ગૌરીશંકર કે ધૂમકેતુ જેવા મહાન લેખકો ના લેખ ઘરે ઘરે વાંચતા હતા. પણ આજની પેઢી ને ઉપર ના નામો માંથી એક પણ નામ ની ખબર નહિ હોય. હા, પણ ખાલીદ હુશૈની, સ્ટેફની મેયર, જે.આર.ટોલકીન, દીપક ચોપરા, કે ચેતન ભગત વિષે ચોક્કસ જાણતા હશે.એટલું જ નહિ તેમનું સાહિત્ય પણ રસપૂર્વક વાંચતા હશે ( અને એ પણ ઈન્ટરનેટ પર ચોપડી માં નહિ ).

બાપદાદાઓ એ સાચવી રાખેલા ઉત્તમ ગુજરાતી સાહિત્ય ના પુસ્તકો આજની પેઢી એ પાંચ રૂપિયે કિલો પસ્તી માં પધરાવી દીધા છે.

સ્થિતિ એ આવી છે કે આપણા સંતાનો ગુજરાતી સાહિત્ય વારસા થી વંચિત ન રહી જાય તે માટે ઉત્તમ ગ્રંથો ને અંગ્રેજી માં ભાષાંતરિત કરીને મુકવા પડે છે. અને નવી પેઢી આ ગુજરાતી સાહિત્ય ને અંગ્રેજી ચશ્માં થી વાંચી રહી છે.

આ એક એવી સ્થિતિ છે કે એક મા ને પોતાના પુત્ર ને સમજાવવા દુભાષિયો રાખવો પડે. ગુજરાતી ભાષા ની દુર્દશા ની આ ચરમસીમા નથી તો શું છે ?

તા. ૧૩/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક: ભાવિ પેઢી ને ગુજરાતી બોલતા આવડશે પણ લખતા નહીં આવડે

જે ભાષા માં વિચાર આવતો હોય, સપના આવતા હોય તે ભાષા માતૃભાષા છે.

શિક્ષણ બાહ્ય પ્રવૃત્તિ છે પણ તેનો સંબંધ આંતરિક પણ છે, વિચારો સાથે શિક્ષણ સબળ રીતે સંકળાયેલું છે.માટે શિક્ષણ, માતૃભાષા માં જ હોવું જોઈએ.

ભારત માં જે લોકોની ગણતરી વિદ્વાનો માં થાય છે અને જેમના નામની આગળ મહાન લાગે છે તેમાંથી મોટાભાગ ના લોકોએ શિક્ષણ માતૃભાષા માં લીધું છે.

ભારત ના ગૃહમંત્રી ચિદમ્બરમજી ને રાષ્ટ્રભાષા ના માંડ ૩ શબ્દો આવડે છે, બાકી તો સાંસદો ને અંગ્રેજી ના વરસાદ થી પલાળી દે છે.

ગાંધીજીએ લખ્યું છે કે આખા સંસાર માં અભાગો દેશ હિન્દુસ્તાન છે કે જેનો વહીવટ વિદેશી ભાષા માં ચાલે છે.

માતૃભાષા એ મા નું ધાવણ છે તો અંગ્રેજી ભાષા એ બેબી ફૂડ છે. વિકાસ માટે બેબી ફૂડ જરૂરી છે, પણ મા નું ધાવણ તો અનિવાર્ય છે.

ગુજરાતીઓ ને પોતાની ભાષા પ્રત્યે ગૌરવ નથી. એક દિવસ એવો આવશે કે ગુજરાતી બાળકો કેહેવાતા ગુજરાતી હશે કારણ કે તેઓ ને ગુજરાતી બોલતા અને સમજતા આવડતું હશે પણ લખતા કે વાંચતા નહીં આવડતું હોય.

ગાલીબ પુરસ્કાર વિજેતા વડોદરા શહેર ના રાષ્ટ્રીય શાયર ખલીલ ધનતેજવી કહે છે ; ” વાત મારી જેને સમજાતી નથી, તે ગમે તે હોય ગુજરાતી નથી.”

તા. ૧૬/૦૨/૧૧ ના રોજ પ્રકાશિત થયેલી આવૃત્તિ માં ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” માં રજુ થયેલા વિચારો ;

શીર્ષક : અંગ્રેજી માધ્યમ માં ભણતો મોન્ટુ ધો.૫ પછી ગુમસુમ કેમ થાય છે

મા જે ભાષા માં હાલરડાં ગયા તે ભાષા માતૃભાષા.માતૃભાષા એ રંગસૂત્રો સાથે વણાયેલી હોય છે. એટલે જ જો શિક્ષણ નો પ્રારંભ માતૃભાષા થી કરાય તો બાળક ખુબ સહજતા થી તે ગ્રહણ કરી શકે છે.

પ્રાથમિક સુધી તો અભ્યાસ ગુજરાતી માં જ હોવો જોઈએ. અંગ્રેજી તો એક ભાષા છે. જે પાછળ થી પણ શીખી શકાય છે. માત્ર, અંગ્રેજી શીખવા બાળકને જિંદગીભર નો શિક્ષણ નો બોજ માથે ન થોપી દેવાય.

અભણ ગુજરાતીઓ પણ જો અમેરિકા માં જઈને ફાકડું અંગ્રેજી બોલી શકતા હોય તો ભણેલ વિદ્યાર્થી ને અંગ્રેજી ભાષા શીખતા વાર કેટલી લાગે ?

આતો, હતી ” સંદેશ ” દૈનિક માં એક જાગૃત લેખક વડે લખાયેલ ગુજરાતી ભાષા સંસ્કૃતિ ના વિચારો ની વાત.

ઉપર જણાવ્યા પ્રમાણે જે રીત નું અંગ્રેજી ભાષા અને માધ્યમ ની ગેલ્છા આજકાલ જોવા મળી રહી છે, તે જોતા નજીક ના દિવસો માં આપણી નવી પેઢી માં અંગ્રેજી સંસ્કૃતિ વડે વટલાયેલા ગુજરાતીઓ જોવા મળશે નહીકે ગુજરાત ના છેલછબીલા ગુજરાતીઓ. આ અંગ્રેજી સંસ્કૃતિ આપણ ને શું આપી શકવાની, એ તો ફક્ત આપણી સંસ્કૃતિ ના ચીથરે ચીથરા ઉડવા આવી છે. જ્યાં આપણા પિતા ને પપ્પા કહ્યા ત્યાં સુધી તો ઠીક પણ હવે તો “પા” અને તેના થી આગળ વધી ને “ડેડ” (મૃત)  બનાવી દીધા, કે માતા ને “મમ્મી” કહ્યું તો ઠીક પણ હવે ” મોમ ” ( મીણબત્તી ) થઇ ગઈ છે. હવે, જે સંસ્કૃતિ માતા પિતા ને મીણબત્તી જેવા અર્ધમૃતપાય  બનાવી દે તેવી સંસ્કૃતિ થી શી અપેક્ષા રખાય. અરે આતો માતા પિતા ની વાત થઇ, પણ આજકાલ તો “ભાઈ” ને ‘બ્રધર’ માંથી ‘બ્રો’ બનાવી દીધા છે અને “બહેન” ને ‘સિસ્ટર’ માંથી ‘સીસ’ બનાવી દીધી છે.

શું આપણે આપણી પોતાની માતા ને અવગણી ને પારકી માતા ને પોતાની માતા ગણી શકવા ના છે ? તો પછી માતૃભાષા પ્રત્યે આવી અવગણના શા માટે ?  પરપ્રાંત સંસ્કૃતિ ની અપનાવવા ની પણ એક હદ હોય. તેનું એક ઉદાહરણ અહી આપી રહ્યો છું જે આજકાલ ના ભારતીય સંસ્કૃતિ માં આવેલ બદલાવ ને છતું કરશે.

ઉદાહરણ :     અહી, માતૃભાષા ગુજરાતી એટલે = આપણી મા

ગુજરાતી સંસ્કૃતિ એટલે      = આપણે એટલે કે વર ( પરણેલ પુરુષ)

અંગ્રેજી સંસ્કૃતિ એટલે કે     =  વધૂ  ( પત્ની )

અંગ્રેજી ભાષા એટલે કે        =  પારકી મા ( સાસુ મા – પત્ની ની માતા )

અહી, હું એ કેહવા માંગું છું કે ૨૫ વર્ષ સુધી આપણે આપણી માતા જોડે વ્યવહાર રાખીને તેની મમતા ને પ્રેમ ને મહત્વ આપતા હોઈએ છીએ. પણ, જયારે લગ્ન થાય છે ત્યાર પછી પત્ની ની માતા પણ આપણી માતા કહેવાય છે ( એટલે કે સાસુમા ). પણ શું તેનો મતલબ એવો થોડો થઇ જાય છે કે તમારી પત્ની તમારી જિંદગી માં આવતા તેની માતા ને જ તમારી માતા ગણી લેવી ને પોતાની સગી મા ને ભૂલી જવું અથવા તો તેને અવગણી નાખવી ?

પણ હા, આજકાલ આપણા હિંદુ સંસ્કૃતિ ને સમાજ માં એવાજ પડઘા પડી રહ્યા છે કે પોતાની માતા બાજુ એ રહે છે અને સાસુમા ના ડંકા વાગે છે.

બસ, આવુજ કંઈક આપણી માતૃભાષા ગુજરાતી જોડે પણ બની રહ્યું છે. તેને અવગણી એ લોકો ફક્ત અંગ્રેજી સંસ્કૃતિ ( વધૂ ) ની માતા અંગ્રેજી ભાષા ( સાસુમા ) ને પોતાની મા બનાવી દીધી છે અને આપણી પોતાની મા ગુજરાતી ભાષા ને બોલતા શરમ અનુભવે છે.

મને તો આવા ગુજરાતીઓ ને ગુજરાતી કેહતા શરમ આવે છે.

તો, મિત્રો તમે શું વિચારો છો આ ” સંદેશ ” દૈનિક ના ” માતૃભાષા નું મોત એટલે સંસ્કૃતિ નું મોત ” ની ચળવળ વિષે ?

શેખાદમ આબુવાલા………

શેખાદમ આબુવાલા, 

“આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,

નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.” 

“માનવીને આ જગત, આદમથી શેખાદમ સુધી
એ જ દોરંગી લડત, આદમથી શેખાદમ સુધી.”

“દમકતો ને ચમકતો શાહજહાંનો મહેલ જોવા દે
મને ધનવાન મજનૂએ કરેલો ખેલ જોવા દે
પ્રદર્શન કાજ ચાહત કેદ છે જેમાં જમાનાથી
મને એ ખૂબસૂરત પથ્થરોની જેલ જોવા દે.”

“હે, વ્યથા! કુમળાં કંઈ કાળજાને કોરતી કાળી કથા. “

” ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.”

“ગાંધી તને ખબર છે તારું થયું છે શું ?
ખુરસી સુધી જવાનો તુ રસ્તો બની ગયો.” – ખુરશી-કાવ્યોShekhadam-Abuwala

છું જવાનીનો હું સાથી પ્રેમનો પણ મિત્ર છું.

મીટ માંડી રૂપ પણ જોયા કરે એ ચિત્ર છુ

 હશે કિસ્મતની લીલા કે મારી કલા
મેનકાને પણ નચાવું એવો વિશ્વા મિત્ર છું.
  _ શેખાદમ આબુવાલા

અમદાવાદ નાં એક સંસ્કારી ખાનદાનમાં એમનો જન્મ 1929માં થયો.અને 1985ના 20 મે ના રોજ એમણે જીવન ની ચાદર સમેટી અલ્લાહ જ્લ્લેશાનહુને મળવા ઉપડી ગયા.જનાબ શેખાદમ સાહેનબે એમ.એ થતાં સુધીમા તો ગુજરાતી,હિંદી.ઉર્દુ.અંગ્રેજી,જર્મની ભાષાના સાહિત્યના કોઇ પણ વિષય પર કલમ ચલવી વળ્યા.ચીન ,રશિયા કે જર્મનીથી રજા ગાળવા સ્વદેશમં આવે કે યુરોપની સર જમીન પર ભ્રમણા કરતા હોય જ્યાં જ્યાંજાય ,કે કાંઇ કરે એમની વાતો સંભળાવતાં કે પત્ર કોલમોનાં વખાણો કરતા કયારેય ધરાઈએ નહીં.ધરખમ ગુજરાતી વૃતપત્રો માટે એ પોતાની સાપ્તાહિક કતારો માટે કલમના આ કસબીએ આવકાર આપ્યો હતો.વિવિધ દેશોમાંથી અને પોતાના દેશમાં સાંપડેલ અને ઉઘાડી આંખે નિરખેલી હકીકતતો પ્રસંગરૂપે અસંખ્ય વાંચકોએ આવકારીછે..પદ્ય તેમંજ ગદ્યમા એમને નિપૂર્ણતા હોવાની જાનો દિલથી પ્રતિતી કરાવી છે.

પિતાશ્રી મુલા શુજાઉદ્દીન શેખ ઈબ્રાહીમ આબુવાલા,અને માત્રુશ્રી મોતીબાઈ આબુવાલાના હોનહાર ફરજંદે ગુજરાતી સહિત્યને માલે માલ કરી દીધું.એમની કવિતાઓ,ગઝલો.નવલ કથાઓ, અને તેમણે લખેલ સંસ્મણો તો પુસ્તક રૂપે પ્રકટ થઈ ચુકયાછે.અને એમનું અંગત જીવન પણ કવિતા નવલકથા જેવું હતું.તે જ્યાં પણ કદમ મુકે છવાય જતા.વાતાવરણને ખૂશ્બુથી ભરી દેતા..શેખાદામે ઘણી નાની વયે એમના પિતાશ્રીની છ્ત્ર છાયા ગુમાવી દીધેલી, એમની ઉછેરની તમામ જવબદરી એમની વાલિદા મોતીબાઈ પર આવી પડેલી.ઘણાપ્રતિકૂમ્ળ સંજોગોમાં પણા વાલિદાએ આ જવાબદારીઓ ઉત્તમ રીતે નિભાવી.ઉચ્ચતમ શિક્ષણ અપાવ્યુંઅને ઉચ્ચતમ સંસ્કારોનું સિંચન કર્યું. મોતી બાઈ શેખાદમ ને પ્રેમથી શેખા ના હુલામણા નામ થી બોલવતા.શ્રી નીરૂભાઈ દેસાઈ લખેછે કે તેમની સાથે માણેલી કઈ યાદ ટપકાવું?લખે છે કે બે એક વાર ઘરની અને કુટુંબની મુલાકાતે આવ્યા હતા..તેને યાદ કરીને કહે કે ‘તમારે ત્યાં ઉંધ્યું ખાવા આવવું છે..પછી બેઠક જમાવીશું.એ દિવસ આવ્યોજ નહીં.એ માંદા પડયા ,ઓપરેશન કરાવ્યું,ત્યારે પણ મળવા જવાનું બની શક્યું નહીં. અને ગયો ત્યારે આંગણામાંથી એમનું શબ નીકળતું હતું. શબને કબ્રસ્તાન તરફ વિદાય કરીને અમે એમનાં વૃધ્ધ અમ્માં(મોતીબાઈ)ને મળવા ગયા.આંખમાં ચોધાર આંસુએ રડતાં અમ્માં એ અમને સવાલ કર્યો, જવાબ દો, મેરે બેટેકા ક્યા કસૂરથા કિ ઉનકો ખુદાને છીન લિયા.જવાબ દો_જવાબ દો.અમારી પાંસે એનો કોઇ જવબ નહોતો.આજે પણ નથી.શેખ આદમનો કોઇ વાંક આજે પણ જડતો નથી.

મેરી આંખો મેં બરસતા હૈ
અબ્ર ફિર સાલ ભર બરસતા હૈ.
*************************
જી રહાહું જહાં મેં જીસ તરહ
જીંદગી રેંગતી હૈ
રાતકે સાયેમેં જૈસે ચાંદની.
*********************
ઝખ્મ ખા કર હંસ સકા
મેંઝહર પી કર જી સકા
મેંને અકસર કી હૈ
અપને આપસે ભી દિલ્લગી..
**
બનકે બૈઠા હૈ તમાશા મૈં તમાશાઈ
હું તુ જો તન્હા હૈ મૈં તેરી તન્હાઈ હું.
**
પથ્થરોંને જો પુકારા તો હિમાલા હૈ હમ
આપકે હોઠ બુલાતેતો ગુલિસ્તાં હોતે.
**
મોતકો ઢુંઢા કીયે થે હમ કહાં વોથી
હાથોં કી લકીરોં મેં છુપી.
**શેખાદમ આબુવાલા.
(શબ કહાં લાલઓ ગુલમેં નુમાયાં હો ગઈ
ખાક મેં કયા સુરતેં થી જો પિન્હા હો ગઈ.ઉર્દુ કવિ)


શેખાદમની રમુજ અને હાજર જવાબી

શ્રી વોનોદ ભટ્ટ લખેછે કે ગુજરાતી હિંદી ફિલ્મની અભિનેત્રી અરૂણા ઈરાની સથે બધા બેઠા હતા ને ગપ સપ ચાલતી હતી..વાત તલ પર આવી એટલે શેખાદમ બોલ્યા :’એક કવિએ એક સુંદરીના ગાલ પરના તલ પર સમરકંદ બુખારા ન્યોછાવર કરી દીધેલા.અલબત્ત કવિતામાં.અરૂણાએ ચીબુક પાંસેના પોતાના તલ તરફ આંગળી ચીંધી પ્રશ્ન કર્યો:’અબુસા’બ મારા આ તલ પર શું કુરબાન કરી દો?’ ’હાલોલ અને કાલોલ’ ઘડીનાયે વિલંબ વગર આદમે પ્રત્યુત્તર આપ્યો.
આદમ સાથે હું એક છાપાંની ઓફિસમાં બેઠો હતો.ત્યાં આદમના એક દોસ્ત અર્થ શાસ્ત્રના પ્રોફેસર લાલીવાલા આવ્યા,આદમે પૂછ્યું : ’કેમ આવવું થયું?’
‘પૉવર્ટીના ડેટા માટે દોધધામ ચાલે છે.છાપાંની ફાઈલોમાંથી મેળવવા આવ્યો છું.’પૉ.લાલીવાલા બોલ્યા.’એને માટે આટલે બધે આવવાની જરૂરત નહોતી.’ આદમે સલાહ આપી. નૉક એની ડોર_કોઇ પણ ઘરનો અરવાજો ખટ ખટાવને.

તુમ સો ગયેહો યાર પુરે જિસ્મ કો લેકે
        તન્હાઈમેં  કૌન યે દિલ કો છેડ દેતા હૈ(વફા

આસિમ રાંદેરી……

asim-randeriઆસિમ રાંદેરી,

હાલ જીવંત સૌથી વૃધ્ધ ગુજરાતી શાયર

  પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.

મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

મારી એ કલ્પના હતી એ વીસરી મને
કિન્તુ એ માત્ર ભ્રમ હતો થૈ ખાતરી મને.
ભૂલી વફાની રીત ન ભૂલી જરી મને
લ્યો એનાં લગ્નની મળી કંકોતરી મને

જુવાની મહોબ્બતના દમ લઇ રહી છે
મને દિલની ધડકન ખબર દઇ રહી છે
પ્રણય રૂપના રંગ જોવાને માટે
બધાની નજર એ તરફ થઇ રહી છે
જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે.” ……